Akshay Kadam, Valsad: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રીજાતી જન્મદરમાં વધારો કરવા, દીકરીઓને માધ્યમિક શિક્ષણમાં પ્રમાણ વધારવા તેમજ દીકરીઓને સુરક્ષા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના કાર્યરત છે અને જે અંતર્ગત ઘણા એવા કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વલસાડ ના ઉટડી ખાતે શાંતાબા વિદ્યાલય માં આચાર્ય તરીકેની ફરજ બજાવતા ભાવનાબેન મિસ્ત્રી દર વર્ષે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 500 જેટલી દીકરીઓને દત્તક લેછે તથા તેમને જમાડવું, શૈક્ષણિક કીટ (નોટબુક, ડ્રોઈંગબુક, પેન્સિલ રબર, શાર્પનર)તથા હેલ્થ અને હાઈજીનને ધ્યાનમાં રાખીને કિશોરીઓને સેનેટરી પેડ, મેડિકલ કીટ તથા અનાજ ની કીટ વિનામૂલ્યે વિતરણ કરે છે.
પ્રેરણા ક્યાંથી મળી
ભાવનાબેન મિસ્ત્રી પોતે બાળપણમાં ગણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને અત્યારની દીકરીઓ ગરીબીને કારણે ભણી ન શકે એ માટે ભાવનાબેને પોતાનામાંથી જપ્રેરણા લઇ તેમને બેટી બચાઓ,બેટી પઢાઓ અંતર્ગત “પ્રસાદી ” ( પ્રસન્ન સાક્ષર દીકરી ) નામનું અભિયાન હાથ ધર્યું અને 1999ની શાલથી તેમણે ગરીબ દીકરીઓને પોતાના પગારના પૈસા માંથી કાઢીને ગરીબ દીકરીઓની મદદ કરવાનું ચાલુ રાખ્યું.
6000 જેટલી દીકરીઓ દત્તક લીધી
તેમણે વલસાડ,નવસારી,સુરત,બારડોલી,ભરૂચ જેવા જિલ્લાઓ માં અત્યાર સુધી 6000 જેટલી ગરીબ બાળકીઓને દત્તક લઈ તેમને શૈક્ષણિક કીટ,મેડિકલ કીટ,અનાજ ની કિટો નું વિતરણ કર્યું છે.
ભાવના બેન દ્વારા હાલમાં વલસાડ અને સુરત ખાતે પ્રસાદી અંતર્ગત કાર્યક્રમો ચાલે જે ભાવનાબેન મિસ્ત્રીને ગુજરાત રાજ્ય મહિલા વિકાસ પુરસ્કારનો એવોર્ડ તથાગુજરાત રાજ્યની જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં 43 વાર સન્માન થયું છે.